Home News રહસ્યમય “ગોલ્ડન” રથ ક્યાંથી આવ્યો!, વાવાઝોડામાં રથ તણાઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી આવ્યો,...

રહસ્યમય “ગોલ્ડન” રથ ક્યાંથી આવ્યો!, વાવાઝોડામાં રથ તણાઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી આવ્યો, રથને સ્થાનિકોએ દોરડાંથી બાંધી કાંઠે ખેંચી લાવ્યાં!

Face Of Nation 11-05-2022 : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં મંગળવારે સાંજે સુન્નાપલ્લીના દરિયાકાંઠે મહાકાય ‘ગોલ્ડન’ રથ તણાઈને આવ્યો છે. આ રથનો રંગ સોનેરી છે, જે સૌ કોઈને મોહિત કરી રહ્યો છે.દરિયામાં તણાઈને આવેલા રથનું રહસ્ય ઘેરાઈ રહ્યુ છે. આ રથનો આકાર દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનાં મઠ જેવો છે. પ્રાથમિક અનુમાન મુજબ આ રથ મ્યાનમાર, થાઈલેંડ, મલેશિયા અથવા ઈંડોનેશિયા જેવા જેવા કોઈ નજીકના દેશનો હોય શકે છે. હાલ અસાની વાવાઝોડાંને કારણે દરિયામાં કરંટ છે, જેને કારણે રથ તણાઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા કાંઠા સુધી આવી ગયો છે. આ રથનો ઉપયોગ ભારતના જ દરિયા કિનારે કોઈ ફિલ્મના શૂટિંગ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. આ બધા જ અનુમાનોની વચ્ચે પોલીસ તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી તેના રહસ્ય પરથી પડદો ઊંચકાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).