Home Uncategorized ઓમિક્રોન થાય તો ડરશો નહી, ઓમિક્રોન હવે કોરોનાનો અંતિમ પડાવ

ઓમિક્રોન થાય તો ડરશો નહી, ઓમિક્રોન હવે કોરોનાનો અંતિમ પડાવ

Face of Nation 02-01-2022:  દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટ અંગેનાં કેસ વધી રહ્યા છે. જેના કારણે નાગરિકોમાં ફરી એકવાર કોરોનાના બીજા વેવમાં જે સ્થિતિ સર્જાઇ હતી તેવી સ્થિતિ સર્જાશે તેવી આશંકાને કારણે નાગરિકો ગભરાઇ પણ રહ્યા છે. જો કે નિષ્ણાંતો તેનાથી કંઇક અલગ જ મંતવ્ય ધરાવે છે. નિષ્ણાંતોના મતે ઓમિક્રોન કોરોનાની વિભિષિકાનો અંતિમ પડાવ છે. આ વાયરસ જરા પણ ધાતક નથી. તમને શરદી અને તાવ આવે અને તમે સામાન્ય દવા કરો તે જ પ્રકારે ઓમિક્રોનની દવા કરવાથી તે મટી જાય છે. આ ઉપરાંત ઓમિક્રોન હવે કોરોનાનો અંતિમ પડાવ છે.

નિષ્ણાંતોના મતે દેશમાં જેટલા પણ ઓમિક્રોનનાં કેસ સામે આવ્યા છે, તેમાં મોટા ભાગનાં લોકોમાં ખુબ જ સામાન્ય લક્ષણ છે. લાખો કેસ આવી રહ્યા છે પરંતુ ગણત્રીના લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડે છે. આ ઉપરાંત ઓક્સિજનની જરૂર પડી હોય તેવા લોકો તો ખુબ જવલ્લે જ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલો ઓમિક્રોન વેરિએન્ટનો કેસ સામે આવ્યો છે. જો કે માત્ર 50 દિવસમાં જ દક્ષિણ આફ્રિકાએ આ વેરિયન્ટ પર કાબુ મેળવી લીધો હતો. મહત્વની વાત છે કે, આફ્રિકામાં રસીકરણનું પ્રમાણ ખુબ જ ઓછું છે તેમ છતા પણ આ મોટી સફળતા મેળવી લીધી હતી. ઓમિક્રોનની અસર ફેફસા પર ખુબ જ નહીવત્ત જેવી છે.

દિલ્હીમાં પણ હવે કોરોના નબળો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિલ્હીમાં પણ હવે આંકડાઓ પર નજર કરીએ તો કાબુ મેળવાઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યો છે. બર્લિનમાં થયેલા એક સંશોધન અનુસાર ઓમિકૉનથી ફેફસાને નહીવત્ત નુકસાન થાય છે. તેના લક્ષણો પણ સામાન્ય ફ્લૂ (તાવ-શરદી) જેવા છે. સાઉથ આફ્રિકાનાં વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનો અનુસાર ઓમિક્રોનથી બનેલી ઇમ્યુનિટી પછી કોઇ પણ કોરોના વાયરસની સામે લડવામાં મદદ કરે છે. હોંગકોંગ યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ પરથી માહિતી મળે છે કે, આ વેરિયન્ટથી દર્દીઓની સ્થિતિ ગંભીર થઇ જાય કેવી શક્યતા ખુબ જ ઓછી છે.

કેપટાઉનમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું કે, ઓમિકોન વેરિયન્ટમાં જોવા મળતા લક્ષણો માત્ર 3 દિવસમાં જ ખતમ થઇ જાય છે. જેથી દર્દીઓ ગણત્રીના કલાકોમાં જ સાજા સારા થઇ જાય છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયનું કહેવું છે કે, જે લોકોએ વેક્સિનનાં બંન્ને ડોઝ લીધા છે તેમણે કો ઓમિક્રોનની ગભરાવાની જરૂર જ નથી. દક્ષિણ આફ્રિકામાં થયેલા અભ્યાસ પરથી સામે આવ્યું કે, ઓમિક્રોન લોકોની હર્ટ ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.

– ઓમિક્રોન માત્ર માઇલ્ડ ઇન્ફેક્શન છે.
– અત્યાર સુધી સામાન્ય ફ્લૂની જેવા જ લક્ષણો જોવા મળે છે.
– ઓક્સીજનનાં સ્તરમાં જરા પણ ઘટાડો નથી થતો
– દર્દીઓ મહત્તમ 3 દિવસની અંદર સાજા થઇ જાય છે
– હોસ્પિટલમાં દાખલ થવાનો 1 લાખમાં એકાદો જ કિસ્સો સામે આવે છે.

– ઓમિક્રોન ખુબ જ ગંભીર છે, આ વાત તદ્દન ખોટી છે.
– ઓમિક્રોનની લહેરમાં હોસ્પિટલો છલકાશે, મોટા ભાગનાં દર્દી ઘરે જ સાજા થઇ જાય છે.
– કોરોના વેક્સિન અસરદાર નથી, વેક્સિન લેનાર લોકો જ સૌથી વધારે સુરક્ષીત
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).