Face Of Nation 13-03-2022 : અમેરિકન ટેક કંપની ગૂગલે તેના યુક્રેનિયન યુઝર્સ માટે એક નવું ફીચર શરૂ કર્યું છે. હાલના રશિયા-યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને ગૂગલે યુક્રેનમાં કામ કરતા એન્ડ્રોઈડ ફોન પર એર રેડ એલર્ટ ફીચર ચાલું કર્યું છે. GSM એરેનાના રિપોર્ટ અનુસાર, આ ફીચર ગૂગલ પ્લે સર્વિસીસ હેઠળ કામ કરશે. ગૂગલે આ ફીચર યુક્રેન સરકારની વિનંતી પર શરૂ કર્યું છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અનુસાર, ગૂગલ આ માટે એ જ લો-લેટન્સી સિસ્ટમનો ઉપયોગ કરશે, જેનો ઉપયોગ તે ભૂકંપની ચેતવણીઓ આપવા માટે કરી રહ્યું છે.
યુદ્ધને કારણે નુકસાન
રોયટર્સના અહેવાલ અનુસાર, યુક્રેનના ડેપ્યુટી પીએમએ કહ્યું કે રશિયન સેના દ્વારા તબાહ થયેલા મારીયુપોલ શહેરમાંથી માનવતાવાદી કોરિડોરમાંથી 13,000 નાગરિકોને બહાર કાઢવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ રશિયન હુમલાને કારણે કાફલો શહેર છોડી શક્યો ન હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).