Home Special મન મેં લડ્ડુ ફૂટા,ક્યાં?; વરરાજાને નાચવાનું મોંઘુ પડ્યું: જાનમાં વરરાજા દારૂના નશામાં...

મન મેં લડ્ડુ ફૂટા,ક્યાં?; વરરાજાને નાચવાનું મોંઘુ પડ્યું: જાનમાં વરરાજા દારૂના નશામાં ઘૂત હતો કે દુલ્હનના પિતાએ ગુસ્સે થઈ તેના મિત્ર સાથે કરાવ્યા ‘લગ્ન’!

Face Of Nation 28-04-2022 : મંડપ તૈયાર હતો, ડીજે વાગી રહ્યું હતું, જાન યુવતીના ઘરે આવી પહોંચી અને વરરાજા ઉતરીને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યા. ડીજેની ધુન પર તેનો ડાન્સ એટલો લાંબો ચાલ્યો કે છોકરીના પિતા રોષે ભરાયા અને લગ્નમાં પહોંચેલા એક અન્ય છોકરાને બોલાવીને તેની સાથે પોતાની છોકરીના લગ્ન કરાવી દીધા. આ કહાની સાંભળવામાં ભલે ફિલ્મી લાગે પરંતુ આ એકદમ હકીકત છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની આ ઘટના છે. યુવતીના પિતાનો આરોપ છે કે વરરાજા દારુના નશામાં ધુત હતો, તેથી તેમણે પોતાની દીકરીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા. તો બીજીતરફ બીજા વરને પામીને દુલ્હન પ્રિયંકા ખુબ જ ખુશ છે. તેણે કહ્યું કે સારું છે કે, લગ્ન પહેલા જ ખ્યાલ આવી ગયો કે વરરાજા દારુ પિવે છે. તે નાચી રહ્યો હતો અને હું વરમાળા પકડીને કલાકો સુધી ઉભી રહી હતી. જાનમાં તેના આ વ્યવહારથી અમારો સમગ્ર પરિવાર હેરાન હતો. સારુ થયુ કે તેની હકીકત પહેલા જ સામે આવી ગઈ.
જાન મુહુર્ત પછી સાંજે 4 વાગે પહોંચી
યુવતીના પિતાનું એમ પણ કહેવું હતું કે, જાન મુહુર્ત પછી સાંજે 4 વાગે પહોંચી હતી અને વરરાજા 8 વાગ્યા સુધી નાચતા જ રહ્યા. મોડું આવવાનું કારણ પૂછતા જાનૈયા મારપીટ પર ઉતરી આવ્યા. ત્યાર બાદ છોકરીવાળાઓએ દુલ્હા સહિત જાનૈયાઓને ઢોર માર માર્યો અને ખવડાવ્યા વગર જ ત્યાંથી ભગાડી દીધા.
યુવક અને યુવતી સારા મિત્રો છે
યુવતીના પિતાએ જણાવ્યું કે જાન ગેટ સુધી આવી ગઈ હતી અને લગ્ન ન થાત તો પરિવારની બદનામી થાય એવું હતું. તેવામાં મામલો પંચાયત પાસે પહોંચ્યો અને છેલ્લે નક્કી થયુ કે આ જ મંડપમાં યુવતીના લગ્ન થશે પરંતુ કોઈ અન્ય જોડે. ત્યાર બાદ તપાસ શરુ કરવામાં આવી અને જાનમાં જ આવેલ એક યુવક, યુવતીના પિતાને પસંદ આવી ગયો. પિતાએ તે યુવક સાથે વાત કરતા યુવક લગ્ન માટે રાજી પણ થઈ ગયો. યુવક અને યુવતી સારા મિત્રો છે.
તે વરરાજાએ બીજા જ દિવસે લગ્ન કર્યા
લગ્નના મંડપમાંથી ભગાડવામાં આવ્યા બાદ પહેલા વરરાજાએ પણ બીજા દિવસે ધામધૂમથી બીજી છોકરી સાથે લગ્ન કર્યા. જો કે, આ લગ્ન પહેલા તેણે ડાન્સ કર્યો ન હતો અને ન તો તેના મિત્રો અને સંબંધીઓ દારૂ પીતા હતા. વરરાજાએ કહ્યું કે ભગવાન જોડીઓ બનાવે છે જ્યા લગ્ન લખ્યા હોય ત્યાંજ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).