ફેસ ઓફ નેશન, 22-04-2020 : ગોતાના શાયોના તિલક-3માં થયેલા પતિ-પત્નિના આપઘાત મામલે મોટું રહસ્ય બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેસ આપઘાતનો નહિ પરંતુ મર્ડરનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે પીએમ દરમ્યાન એવો ખુલાસો થયો છે કે, મૃતક મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન જણાઈ આવ્યા છે. આ ઘા તેના પતિએ જ માર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આ હત્યા બે ત્રણ દિવસ અગાઉ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સાથે જ હત્યાના એક દિવસ બાદ આરોપી પતિએ પોતે એસિડ પીને આપઘાત કરી લીધો હોવાનું પણ મનાઈ રહ્યું છે.
શાયોના તિલક-3માં એક મકાનમાંથી દુગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા બે લાશ મળી આવી હતી. આ બે લાશો પતિ-પત્નિની હતી અને પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, કંકાસના કારણે બંનેએ આપઘાત કર્યો હશે. જો કે આ બંને લાશના પોસમોટર્મ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું બહાર આવ્યું છે. પીએમ રિપોર્ટ અનુસાર મહિલાની હત્યા કરવામાં આવી છે અને બાદમાં તેના પતિએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !