Home News શ્રીલંકા સંકટ : ગોટબાયાના રાજીનામા પછી લંકામાં ઉજવણી; કહ્યું- સાત દિવસની અંદર...

શ્રીલંકા સંકટ : ગોટબાયાના રાજીનામા પછી લંકામાં ઉજવણી; કહ્યું- સાત દિવસની અંદર જ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે, 22મીએ રાષ્ટ્રપતિ ચૂંટણી!

Face Of Nation 15-07-2022 : ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને સાત દિવસની અંદર નવા રાષ્ટ્રપતિ મળશે. સંસદના સ્પીકર મહિન્દ્રા યાપા અભયવર્ધને શુક્રવારે આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે ગોટબાયા રાજપક્ષેએ કાયદાકીય રીતે રાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યું છે. અભયવર્ધને દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ સાંસદો માટે શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે, જેથી તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. રાષ્ટ્રપતિની ચૂંટણી 22મી જુલાઈએ યોજાશે.
સેનાએ રાષ્ટ્રપતિ ભવનમાંથી ભીડને હટાવી
શ્રીલંકામાં ગુસ્સે ભરાયેલા લોકોને નિયંત્રિત કરવાની જવાબદારી સેનાએ સંભાળી લીધી છે. સેનાએ રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાનની ઓફિસ સહિતની વહીવટીય ઈમારતોમાંથી લોકોને હટાવ્યા છે. લોકોને સંસદમાં પ્રવેશતાં અટકાવવા માટે ટેન્કોને ગોઠવવામાં આવી છે. સંસદના પ્રવક્તા કહ્યું હતું કે ગોટબાયાએ રાજીનામું આપ્યું છે. આ કારણે આજે સંસદનું સત્ર શરૂ થઈ શકે છે.
સ્પીકરને મળી ગયું છે રાજપક્ષેનું રાજીનામું
સંસદના સ્પીકર મહિન્દ્રા યાપા અભયવર્ધનને રાજપક્ષેનું રાજીનામું મળી ગયું છે. આ રાજીનામું શ્રીલંકામાં સિંગાપોરની એમ્બેસીના માધ્યમથી મળ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે સ્પીકરને રાજીનામાનો મેલ કર્યો છે. સ્પીકરે પ્રેસ સેક્રેટરીને જણાવ્યું હતું કે, તપાસ અને તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી થઈ ગયા પછી ગુરુવારે આ અંગે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ રાજપક્ષેના રાજીનામા પછી કોલંબોમાં લોકોએ ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે કેટલાક લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).