Home Uncategorized સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા ગામડાની ગ્રાન્ટમાં થયેલી ગેરરીતિ મામલે સરકારે હાઇકોર્ટમાં કર્યુ...

સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા ગામડાની ગ્રાન્ટમાં થયેલી ગેરરીતિ મામલે સરકારે હાઇકોર્ટમાં કર્યુ સોંગદનામું

The Union Minister for Textiles and Information & Broadcasting, Smt. Smriti Irani interacting with the media regarding the cabinet approval for the Integrated Scheme for Development of Silk Industry, in New Delhi on March 22, 2018.

Face Of Nation:અમદાવાદ સાંસદ સ્મૃતિ ઇરાની દ્વારા દત્તક લીધેલા ગામડામાં ગ્રાન્ટની રકમમાં થયેલી ગેરરીતિ મામલે સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ છે. સરકારે સ્મૃતિ ઇરાની સિવાયના 8 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. અરજદારોએ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની દાદ માગતા હાઇકોર્ટે સરકાર પાસે આ અંગે જવાબ માગ્યો છે. આ અંગે વધુ સુનાવણી ઓગષ્ટ મહિનામાં હાથ ધરાશે.

કોગ્રેંસના ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા ગામડાઓ માટે એક રૂપિયો પણ ફંડ વાપર્યુ નથી. ફંડની કરોડોની રકમ ચાંઉ કરી જવામાં આવી છે. પબ્લીક ફંડનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. સ્મૃતિએ તેના મળતિયાઓને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કોન્ટ્રાકટ આપી દીધો જેમાં અનેક ભષ્ટાચાર થયા છે.