Home News બેન્કના કામકાજમાં આજે પડશે મુશ્કેલી, બેન્ક કર્મચારીઓ આજથી હડતાળ પર

બેન્કના કામકાજમાં આજે પડશે મુશ્કેલી, બેન્ક કર્મચારીઓ આજથી હડતાળ પર

Face of Nation 16-12-2021: બેન્ક કર્મચારીઓ ખાનગીકરણમા વિરોધમાં 16 ડિસેમ્બર અને કાલે 17 ડિસેમ્બરે સરકારી બેન્કોમાં હડતાળ રહેશે. યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયને બે દિવસની હડતાળ કરવાની જાહેરાત કરી હતી, જેને રોકવા માટે પ્રયાસ સફળ ના થઇ શક્યો. જેથી આ હડતાળમાં સાર્વજનિક ક્ષેત્રોની 4000 થી વધુ બ્રાન્ચમાં કાર્યરત અધિકારીએ અને કર્મચારીઓ સામેલ થશે.

આગામી ચાર દિવસ સુધી બેન્ક બંધ રહેશે. જોકે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. દેશના સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઉતર્યા છે. જેને કારણે આ બંને દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી હતી.

સરકારના ખાનગીકરણના વિરોધમાં UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું કે યુએફબીયુ દ્ધારા બોલાવવામાં આવેલી 16 અને 17 ડિસેમ્બરની બે દિવસીય હડતાળથી બેન્કના સામાન્ય કામકાજ પર અસર પડી શકે છે. ભારતીય બેન્ક સંઘ દ્ધારા સૂચિત કરવામાં આવ્યું હતું કે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે હડતાળની નોટિસ આપી છે. યુબીએફયુના યુનિયનના અન્ય સભ્ય યુનિયન જેવા કે AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC એનસીબીઇ, એઆઇબીઓએ, BEFI, INBEF અને INBOCએ પોતાની માંગોના સમર્થનમાં 16 અને 17 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળ પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. એસબીઆઇએ કહ્યું કે તેમના હડતાળ દરમિયાન પોતાની બ્રાન્ચમાં સામાન્ય કામકાજ સુનિશ્વિત કરવા માટે આવશ્યક વ્યવસ્થા કરી છે.

ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું કે જો સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરતી નથી તો તે આગળ પણ અલગ અલગ રીતે વિરોધ નોંધાવશે. સરકારનો ખાનગીકરણનો નિર્ણય ગ્રામીણ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)