Home News ચિંતાજનક : ડોક્ટર, પોલીસ અને મેડિકલ સ્ટાફ સહીત 28 લોકોને કોરોના પોઝિટિવ

ચિંતાજનક : ડોક્ટર, પોલીસ અને મેડિકલ સ્ટાફ સહીત 28 લોકોને કોરોના પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 16-04-2020 : ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે અમદાવાદમાં 28 જેટલા કોરોના પોઝિટિવ કેસો સરકારી કર્મચારીઓના નોંધાયા છે. ડોક્ટર, નર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ અને કોર્પોરેશનના કર્મચારીઓ સહીત 28 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ફરજ દરમ્યાન આ તમામ લોકો કોરોના ગ્રસ્ત થયા છે. જેને લઈને તેમની સાથે કામ કરતા કર્મચારીઓને પણ હોમ ક્વોરેન્ટાઇન કરીને આરોગ્ય ચકાસણી કરાવવાની ફરજ પડી છે.
પોલીસ વિભાગમાં કેસો નોંધવાના શરૂ થતા જ પોલીસે ચેકીંગ સહીત લોકોની ધરપકડ કરતા સમયે ડરની લાગણી અનુભવી રહ્યા છે. ખાખી ધારીને પોતાને કોરોનાનો ચેપ લાગે તેનો ડર નથી પરંતુ તેમની ફરજ દરમ્યાન જો કોઈ ચેપ લાગી જાય અને તેની કિંમત તેમના પરિવારજનોને ચૂકવવી પડે તેનો ડર છે. દુનિયાનો ગમે તેટલો તાકાતવર કે મહાન માણસ માટે તેનો પરિવાર જ તેની સૌથી મોટી નબળાઈ હોય છે. પોલીસ સહીત કોર્પોરેશન અને મેડિકલ કર્મચારીઓ માટે પણ આ જ તકલીફ ઉભી થઇ છે. પરિવારની સુરક્ષા માટે આજે આ તમામ સરકારી કર્મચારીઓ ફરજ દરમ્યાન સાવચેતી રાખી રહ્યા છે સાથે જ ડરની લાગણી પણ અનુભવી રહ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો

ટ્રમ્પની ભારત મુલાકાત ટાણે અમેરિકામાં 35 અને ભારતમાં 3 કોરોના પોઝિટિવ કેસ હતા