Face Of Nation, 03-11-2021: દિવાળી પર કેંદ્ર સરકારે મોટી ભેટ આપી છે. ડીઝલ-પેટ્રોલની મોંઘવારીની મારથી રાહત મળી ગઇ છે. સરકરે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી દીધી છે. ડીઝલ પર ઓછામાં ઓછા 10 રૂપિઆ અને પેટ્રોલ પર 5 રૂપિયા આવતીકાલ ઓછા થઇ જશે.
દિવાળીની પૂર્વ સંધ્યા પર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ મુજબ ઓઇલના ભાવમાં ઘટાડો થશે. ડીઝલના ભાવમાં ઘટાડો આગામી રવિ સિઝન દરમિયાન ખેડૂતો માટે મોટી રાહત આપશે.
સરકારનું માનવું છે કે ખેડૂતોએ પોતાની આકરી મહેનતથી લોકડાઉન દરમિયાન આર્થિક વિકાસની ગતિને જાળવી રાખી અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે ઘટાડો આવતાં રવિ સિઝન દરમિયાન ખેડૂતોને રાહત આપશે.
સરકારનું માનવું છે કે ખેડૂતોએ પોતાની આકરી મહેનતથી લોકડાઉન દરમિયાન આર્થિક વિકાસની ગતિને જાળવી રાખી અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે ઘટાડો આવતાં રવિ સિઝન દરમિયાન ખેડૂતોને રાહત આપશે. તાજેતરના મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં વૈશ્વિક ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે તાજેતરના અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફુગાવાના દવાણમાં વધારો થયો હતો. દુનિયાએ તમામ પ્રકારની ઉર્જાની અછત વધી અને ભાવમાં વધારો જોવા મળ્યો. ભારત સરકારે આ સુનિશ્વિત કરવાના પ્રયત્નો કર્યા છે કે દેશમાં ઉર્જાનો ઘટાડો થયો નથી અને પેટ્રોલ અને ડીઝલ જેવી વસ્તુઓ આપણી જરૂરિયાતોને પુરી કરવા માટે પર્યાપ્તરૂપથી ઉપલબ્ધ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)