Home Uncategorized ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઇ સરકારે બહાર પાડ્યું જાહેરનામું, અહીં તો ફોડાશે જ...

ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઇ સરકારે બહાર પાડ્યું જાહેરનામું, અહીં તો ફોડાશે જ નહીં

Face Of Nation, 29-10-2021: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે નક્કી કરેલી સમયમર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ વિદેશથી આયાત કરાયેલા ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

નૂતન વર્ષમાં રાત્રે 11.55થી 12.30 સુધી ફોડી શકાશે

રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, રાજ્યમાં ફટાકડા નક્કી સમય મર્યાદામાં જ ફોડી શકાશે. દિવાળીના તહેવારમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે નૂતન વર્ષમાં રાત્રે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે. ફટાકડાના ઓનલાઇન ખરીદ-વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)