Home Gujarat સ્કૂલોની મનમાની નહીં ચાલે; વિદ્યાર્થીઓને એક જ દુકાન કે સંસ્થામાંથી “સ્કૂલ ડ્રેસ...

સ્કૂલોની મનમાની નહીં ચાલે; વિદ્યાર્થીઓને એક જ દુકાન કે સંસ્થામાંથી “સ્કૂલ ડ્રેસ કે સ્ટેશનરી” ખરીદવા દબાણ કરશે તો તેની સામે કરાશે દંડનીય કાર્યવાહી!

Face Of Nation 14-06-2022 : રાજ્યમાં આગામી 13મી જૂનથી ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરીથી ખૂલી રહી છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નોટબુક, યુનિફોર્મ તથા સ્ટેશનરી સહિતની સામગ્રી ખરીદતા હોય છે. એવામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની જે નોન-ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવા દબાણ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરાશે.
અનિયમિતતા આચરતી સ્કૂલોને પહેલીવાર રૂ.10 હજારનો દંડ
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરાશે. એટલું જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. 10 હજાર રૂપિયાનો દંડ થશે.
5થી વધુ અનિયમિતતાના કિસ્સામાં સ્કૂલની માન્યતા રદ થશે
તેમણે વધુમાં ઉમેર્યું કે, ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં સ્કૂલને રૂ.25 હજારનો દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).