Home Uncategorized દેશની પ્રથમ મહિલા CJI બનવાનો માર્ગ થયો મોકળો, કોલેજિયમના 9 નામો પર...

દેશની પ્રથમ મહિલા CJI બનવાનો માર્ગ થયો મોકળો, કોલેજિયમના 9 નામો પર કેન્દ્રની મળી ગઈ મંજૂરી

Face Of Nation, 26-08-2021:  કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયન તરફથી મોકલવામાં આવેલા 9 જજોની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. આ 9 જજોમાં ત્રણ મહિલા જજ પણ શામેલ છે. આ નામોમાંથી કોઈ એક આગામી સમયમાં ભારતની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બનશે. કોલેજિયમે જે નામોની ભલામણ આપી હતી, તેમાં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નાગારત્ના, તેલંગણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હિમા કોહલી, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી પણ શામેલ છે.

આ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ, સિક્કીમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, સીટી રવિકુમાર-કેરલ હાઈકોર્ટના ન્યાયાધીશ અને એમએમ સુંદરેશ શામેલ છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 ન્યાયાધીશ છે. નવ જજોની નિમણૂંક બાદ પણ સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી રહેશે.

કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં જસ્ટિસ નાગરત્ન ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જો કે, તે 25 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર 2027 સુધી આ પદ સંભાળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, અને ન્યાયમૂર્તિ ઉદય યુ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચુડ અને એલ નાગેશ્વર રાવનો સમાવેશ થાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)