Face of Nation 1-02-2022 : ભારતમાં આમ તો સ્પોર્ટસ એટલે ક્રિકેટ એવુ પાછલા લાંબા સમયથી જોવામાં આવતું હતુ અને માટે જ ભારતની હાજરી ક્રિકેટ સિવાયનાં અન્ય ખેલોમાં ખૂબ ઓછી કે નહીવત કહી શકાય તેવી જોવામાં આવતી હતી. પરંતુ પાછલા થોડા સમયથી આ દ્રશ્ય બદલતુ જોવામાં આવી રહ્યુ છે અને ખાસ કરીને ટોક્યો ઓલમ્પિક પછી તો લોકો ની રુચી તમામ પ્રકારના ખેલમાં જોવા મળી રહી છે, ત્યારે ખેલ પ્રિય ભારતીયો માટે ફરી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે અને તે છે પ્રો-હોકી.
આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની પ્રો લીગમાં ભારતીય મેન્સ ટીમે શાનદાર શરૃઆત કરતાં 5-0 થી ફ્રાન્સને હરાવ્યું હતુ. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમ તરફથી પાંચેય ગોલ જુદા-જુદા ખેલાડીઓએ નોંધાવ્યા હતા. જ્યારે ફ્રાન્સની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહતી.
ભારતે મેચમાં ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા, જેમાંથી બેને ભારતે ગોલમાં ફેરવ્યા હતા. હરમનપ્રીત અને વરૃણ કુમારે પેનલ્ટી કોર્નર પર ગોલ નોંધાવ્યા હતા. જ્યારે શમશેર સિંહ, મનદીપ સિંઘ અને આકાશદીપ સિંઘે પણ ગોલ નોંધાવ્યા હતા.
ભારતના આકાશદીપ સિંઘે કારકિર્દીની ૨૦૦મી મેચને યાદગાર બનાવી હતી અને ગોલ નોંધાવ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં એક પણ ગોલ નોંધાયો નહતો. હવે ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. વર્લ્ડ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે. જ્યારે ફ્રાન્સની ટીમ 13મો ક્રમાંક ધરાવે છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).