Face Of Nation 06-04-2022 : સુરતમાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યાનો મામલે આજે કોર્ટ સમક્ષ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. કોર્ટમાં રજૂ કરાયા 100થી વધુ દસ્તાવેજી પુરાવાઓ 100થી વધુ સાક્ષીઓને સુનાવણી દરમિયાન તપાસ્યા છે. આરોપીએ પ્રોફેશનલ કિલરની જેમ પ્રિ-પ્લાન મર્ડર કર્યાનું અવલોકન પણ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયું હતું. હત્યા અગાઉ આરોપી ફેનીલે તેની બહેનને હત્યા અંગે અવગત કરી હતી તે વાત પણ કોર્ટમાં ટાંકવામાં આવી હતી. બીજી તરફ કોર્ટ 16મી એપ્રિલે ગ્રીષ્મા કેસનો ચુકાદો જાહેર કરશે ત્યારે આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવપક્ષે પણ રજૂઆતો કરતા કહ્યું હતું કે આ બનાવ સ્વબચાવમાં બન્યો હતો. મરનાર સાથે પ્રેમ સંબંધ હતો. ફેનીલ પર પથ્થરમારો થયો એટલે સ્વબચાવમાં કૃત્ય થયું હતું.
શું કહ્યું સરકારી વકીલે?
સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના જણાવ્યા અનુસાર સુરતમાં 12મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે, ડે ટુ ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ગ્રીષ્માની જાહેરમાં હત્યા મુદ્દે આજે કોર્ટમાં ‘બન્ને પક્ષની દલિલો પૂર્ણ’; કોર્ટ 16મી...