Home News ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર…

ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર…

Face Of Nation, 23-08-2021:  ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. કુલ 27.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ 1,30,388 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં 1,14,193 વિદ્યાર્થી હાજર રહ્યા હતા જેમાંથી 31,785 વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા પાત્ર છે. આમ કુલ  27.83 ટકા પરિણામ આવ્યું છે.

આવેલ પરિણામમાં કુલ છોકરાઓનું પરિણામ 24.31 ટકા તો કન્યાઓનું પરિણામ 35.45 ટકા આવ્યું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને મોકલવામાં આવશે માર્કશીટ. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે.

આશરે 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30 હજાર 343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4 હડાર 649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)