Face of Nation 15-12-2021: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના થયા બાદ સરકારી તંત્ર દોડતું થયુ છે. એક તરફ પરીક્ષા આપનાર 88 હજાર ઉમેદવારનું ભાવિ જોખમમાં છે, ત્યાં બીજી તરફ, મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, અત્યાર સુધી પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી, ન તો કોઈ ફરિયાદ અમારી પાસે આવી છે. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે.
તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવાય તેવા તમામ પ્રયાસો કરાયા છે. ટ્રાન્સપરન્ટ પરીક્ષા લેવાય તેવા મંડળ દ્વારા સતત પ્રયાસો રહ્યાં છે. તેથી પરીક્ષાર્થીઓ નિશ્ચિંત રહે. પરીક્ષા પારદર્શિતાથી લેવાઈ છે. તાજેતરમાં હેડ ક્લાર્કના 186 જેટલી જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ હતી. બીજા દિવસે અમને પેપર લીક થયાના સમાચાર મળ્યા હતા. અમે મંડળે નિર્ણય કર્યો હતો કે, સાંજ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી છે કે કેમ. પરંતુ અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા નથી. સાંબરકાંઠાનું પોલીસ તંત્ર સતર્ક થયું છે. અમે તમામ માહિતી સાબરકાંઠાના અધિકારીઓને પહોંચાડી છે. 16 જેટલી ટીમ જ્યા જ્યા શક્યતા હતી, તે તમામ જગ્યાએ તપાસ કરી રહી છે. હાલ સઘન તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અમને કોઈ લેખિત ફરિયાદ મળી નથી.
આજે સવારે ગૃહ રાજ્યમંત્રી સાથે મીટિંગ થઈ, તેમજ આ મામલે પોલીસ તંત્ર સાબદુ છે. કોઈ ગેરરીતિ જણાશે તો તંત્ર પગલા લેશે. ગેરરીતી થઈ હશે તો બક્ષવામાં નહિ આવે. તમામ લેવલે સંપર્ક કરીને પરીક્ષાની સિસ્ટમ અંગે ચકાસણી કરાશે. તેમજ તેમણે કહ્યું કે, અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા આવ્યા નથી. અમારી પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા આવ્યા નથી. ગૃહરાજ્ય મંત્રીએ ખાતરી આપી કે દોષિતોને નહિ છોડાય.
હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ ૮ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. તમામ શખ્સોની કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરાઈ છે. સાથે જ પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પણ અટકાયત કરાઈ છે.
ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે પ્રાંતિજના ઉંછા પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસ મામલે ખુલાસો થયો છે. જ્યાંથી આ પેપરલીક થયુ હતું. ફાર્મ હાઉસ માલિક ડૉ. નીતિન પટેલે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ઇસમે પોતાના મકાનના ફોટા વાયરલ કર્યા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે. જે ફોટા વાયરલ કરવામાં આવ્યા આવ્યા છે તે મકાન ફાર્મ હાઉસ નથી, પણ તે ડો નીતિન પટેલનું મકાન છે. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે તેવું ડૉ. નીતિન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યા છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષા કુલ 6 સેન્ટરો પર લેવાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતાં. જેમાં 186 જગ્યા માટે કુલ 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)