Face of Nation 31-12-2021: આજે વર્ષ 2021 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની 46મી મીટિંગમાં કાપડ પર જીએસટી રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે જીએસટી કાઉન્સિલ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક જાન્યુઆરી 2022 થી ટેક્સટાઇલ ઉત્પાદનો પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી શકે છે. રાજ્ય સરકરો અને ટેક્સટાઇલ-ફૂટવેર ઇંડસ્ટ્રી જીએસટી રેટ વધારવાનો વિરોધ કરી રહી હતી. જોકે આજે જીએસટી પરિષદની બેઠકમાં કપડાં અને ફૂટવેર પર જીએસટીને 5 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).