Home Business GST કલેક્શનમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ; એપ્રિલ 2022માં GSTની કુલ આવક 1.67...

GST કલેક્શનમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ; એપ્રિલ 2022માં GSTની કુલ આવક 1.67 લાખ કરોડ થઈ, જે ગયા વર્ષ કરતાં 20 ટકા વધુ!

Face Of Nation 01-05-2022 : GST કલેક્શનમાં ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. એપ્રિલ 2022માં GSTની કુલ આવક રૂ. 1,67,540 કરોડ થઈ છે. આમાં CGST 33,159 કરોડ, SGST રૂ. 41,793 કરોડ, IGST રૂ. 81,939 કરોડ અને સેસ રૂ. 10,649 કરોડ છે. અગાઉ માર્ચ મહિનામાં GST કલેક્શન રૂ. 1,42,095 કરોડ રહ્યું હતું. એપ્રિલ 2021ની વાત કરીએ તો ત્યાં 1,39,708 કરોડનું GST કલેક્શન થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 20%નો વધારો થયો છે. તો બીજીતરફ આ પહેલીવાર છે જ્યારે GST કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર થઈ ગયું છે. અગાઉ માર્ચમાં GST કલેક્શન રૂ. 1,42,095 કરોડ હતું, જે અગાઉનાં મહિના માટેનું સૌથી વધુ જીએસટી કલેક્શન હતું.
તમે પણ GST પણ ભરો છો, જે ચાર સ્લેબ છે
તમે કોઈપણ રીતે કોઈપણ વ્યવહાર કરો, તમારે GST ચૂકવવો પડશે. તેવી જ રીતે, જો તમે વેપાર કરો છો, તો તમે સામેના ગ્રાહકને બિલમાં GST જોડીને આપો છે અને તેની સાથે ગ્રાહક તમને ચૂકવણી કરે છે. પછી તેમાંથી જે GSTનો ભાગ છે, તમારે તેને આવતા મહિનાની 20મી તારીખ સુધીમાં જમા કરાવવો પડશે. દેશમાં GST માટે અલગ-અલગ ટેક્સ સ્લેબ છે. તો બીજીતરફ GSTમાં 5, 12, 18 અને 28%ના ચાર સ્લેબ છે. જોકે, સોના અને સોનાના દાગીના પર 3% ટેક્સ લાગે છે. કેટલીક અનબ્રાન્ડેડ અને અનપેક્ડ પ્રોડક્ટ્સ પણ છે જેના પર GST લાગતો નથી.
બિઝનેસ એક્ટિવિટીમાં આવી રહ્યો છે ઝડપી સુઘારો
માર્ચમાં કુલ 7.7 કરોડ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે. જેમાં 13 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં કુલ 6.8 કરોડ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા. આ પરથી જાણી શકાય છે કે બિઝનેસ એક્ટિવિટીમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે. તો બીજીતરફ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અપ્રિલમાં GST કલેક્શનમાં 20 ટકાનો વધારો થયો છે. ઈમ્પોર્ટ ગુડ્સની રેવન્યુમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે ડોમેસ્ટિક ટ્રાન્જેક્શનમાં વાર્ષિક 17 ટકાનો વધારો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).