Home News જીએસટી લાગુ થયાને બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે આ નિમિત્તે...

જીએસટી લાગુ થયાને બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે આ નિમિત્તે સરકાર આડકતરા વેરા પ્રણાલીમાં સુધારાની કરી શકે છે જાહેરાત

જુલાઈ 2019થી નવી રિટર્ન પ્રણાલી શરૂ થશે
1 ઓક્ટોબરથી તેને અનિવાર્યરીતે લાગુ પડાશે

Face Of Nation:નવી દિલ્હી જીએસટી લાગુ થયાને બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ નિમિત્તે આજે સરકાર આ આડકતરા વેરા પ્રણાલીમાં કેટલાક સુધારાની જાહેરાત કરશે. તેમાં નવી રિટર્ન પ્રણાલી, કેશ લેજર સિસ્ટમને તર્ક સંગત બનાવવી અને સિંગલ રિફંડ સિસ્ટમ જેવી યોજનાનો સમાવેશ થાય છે. નાણામંત્રાલય રવિવારે આ અંગેની માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આ અંગેના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જુલાઈ 2019થી નવી રિટર્ન પ્રણાલી શરૂ થશે. 1 ઓક્ટોબરથી તેને અનિવાર્યરીતે લાગુ પડાશે. નાના કરદાતાઓ માટે સહજ અને સુગમ રિટર્નની દરખાસ્ત છે. સિંગલ કેશ લેજર અંગે સરકારે તેને તર્ક સંગત બનાવી 20ના સ્થાને 5 ભાગમાં જ તેનું વિભાજન કર્યું છે. ટેક્સ, વ્યાજ, દંડ, શુલ્ક અને અન્ય માટે એક કેશ લેજર હશે.

આજના દિવસે જીએસટી વ્યવસ્થા અમલી બની
મંત્રાલયે કહ્યું કે સિંગલ રિફંડ વિતરણ પ્રણાલી દ્વારા સરકાર તમામ સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટીના રિફંડને મંજૂરી આપશે. જીએસટીને સંસદના મધ્યસ્થ હોલમાં એક ભવ્ય સમારંભમાં 30 જૂન 2017ની મધ્ય રાત્રીએ લાગુ કરાયો હતો. ત્યારબાદ 1 જુલાઈ 2017થી જીએસટી વ્યવસ્થા અમલી બની હતી.