Face Of Nation 29-05-2022 : IPL 2022ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. તેવામાં રાજસ્થાનના જોસ બટલરે સદી ફટકારી ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી છે. બીજી બાજુ ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો ટીમે ક્વોલિફાયર-1 પછી રેસ્ટ કર્યો છે. અત્યારે પ્રેક્ટિસ સેશનમાં આશિષ નહેરાએ બોલિંગ યૂનિટને ગેમ પ્લાન પ્રમાણે પ્રેક્ટિસ કરાવી છે. જ્યારે બેટિંગમાં ગિલ, વેડ અને મિલરે પિચના બાઉન્સને પારખવાથી લઈ કંડિશનમાં રમવાની બેટિંગ પ્રેક્ટિસ પણ કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર ફાસ્ટ બોલર્સને વધારે બાઉન્સ મળી શકે છે. તેવામાં પાવરપ્લે દરમિયાન નવા બોલથી ફાસ્ટ બોલર્સ ગેમમાં રહેશે. ત્યારપછી મિડલ ઓવર્સમાં સ્પિનર્સ ગેમમાં આવી જશે. તેવામાં ટોસ જીતી બંને ટીમ પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
બંને ટીમની સંભવિત ખેલાડીઓ : ગુજરાત : રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યૂ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર.સાઈ કિશોર, યશ દયાળ, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી રાજસ્થાન : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડ્ડિકલ, રવિચંદ્રન અશ્વિન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેક્કોય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).