Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા : એક વ્યકિતનું મૃત્યુ, જ્યારે રિકવરી...

ગુજરાતમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા : એક વ્યકિતનું મૃત્યુ, જ્યારે રિકવરી રેટ 99 .05 ટકા

Face Of Nation 08-03-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 08 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 55 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં આજે કૂલ 151 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 99 .05 ટકા થયો છે.
માત્ર પાંચ લોકો વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાના કુલ એકટિવ કેસની સંખ્યા 816 થઈ છે, જેમાંથી પાંચ લોકો વેન્ટિલેટર પર છે જયારે 811 લોકો સ્ટેબલ છે, તેમજ રાજ્યમાં અત્યાર સુધી કુલ 10938 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.ગુજરાતમાં આજે કોરોનાના નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 25, વડોદરામાં 07, ગાંધીનગરમાં 02, રાજકોટ ગ્રામીણમાં 02, રાજકોટમાં 02, તાપીમાં 2, અમદાવાદ ગ્રામીણ 01, બનાસકાંઠામાં 01, ડાંગમાં 01, મહેસાણામાં 01, પંચમહાલમાં 01, સુરત ગ્રામીણમાં 01, સુરતમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે બાકીના જિલ્લાઓ અને શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).