Face Of Nation, 25-09-2021: શહેરમાં આપઘાત કરવાના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે 12 વર્ષના બાળકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. શુક્રવારે બાળકે ભરેલા આ અંતિમ પગલાને કારણે આખા પરિવારમાં આઘાત અને શોકનો માહો છવાયો છે. હાલ આ વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો તે હજી સામે આવ્યુ નથી. હાલ પોલીસે આ અંગે વધુ જાણકારી મેળવી રહી છે.
આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં 12 વર્ષના વિદ્યાર્થી તેના માતાપિતા અને ભાઇ-બહેનો સાથે રહેતો હતો. વિદ્યાર્થીએ શુક્રવારની બપોરે સ્કૂલેથી આવ્યા બાદ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેના કારણે આખો પરિવાર શોકમાં સરી પડ્યો હતો. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શુક્રવારે શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સૂઇ ગયા બાદ બાથરૂમ જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. બાદમાં આપઘાત કરેલી હાલતમાં મળ્યો હતો
બાળકના આ અંતિમ પગલા પાછળના કોઇ કારણ અંગે પરિવાર કાંઇ જાણતું નથી. બાળકના પિતા રામભાન શાહુએ મીડિયા સાથેની મીડિયા સાથેની વાતચીત પ્રમાણે, પુત્રના આપઘાતના કારણથી અજાણ છે. આપઘાતનું કોઈ કારણ જ ખબર ન પડી, મને સુવડાવી કુદરતી હાજતે ગયો હતો. સાંજે ચાર કલાકે માતાએ ફાંસો ખાધેલી હાલતમાં દીકરાને જોયો હતો. ગભરાયેલી માતાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)