Home Uncategorized પાક.ની નાપાક હરકત, ગુજરાતમાં ઘૂસાડાતું હતું કરોડોનું ડ્રગ્સ, 6ની ધરપકડ

પાક.ની નાપાક હરકત, ગુજરાતમાં ઘૂસાડાતું હતું કરોડોનું ડ્રગ્સ, 6ની ધરપકડ

Face of Nation 20-12-2021:  પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. મળતી માહિતીઅનુસાર જ ગુજરાત ATS અને ઈંડિયન કોસ્ટ ગાર્ડે જખૌના દરિયા કિનારેથી 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. બોટ સાથે 6 માછીમારો પણ ઝડપાયા હતા. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી ડ્રગ્સ લવાતુ હતું. ઈંડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા હેરોઈનનો 77 કિલોનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજીત કિંમત 400 કરોડ રૂપિયા થાય છે. સાથે જ 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ છે. પાકિસ્તાનની બોટમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી. માહિતી મળતાની સાથે જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી જેની તપાસ કરતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરાઇ રહી છે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ કેસમાં બરબાદ થતા યુવાધનને અટકાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે યુવાધનનું ભવિષ્ય ન બગડે તે માટે ડ્રગ્સ કેસમાં કન્ઝ્યુમરને એક તક આપવા સરકાર તૈયાર છે. ડ્રગ્સનું સેવન કરતા હોય તેવા લોકોને સાચા રસ્તે વાળવા માટે સરકાર કામગીરી કરવા માંગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).