Home Uncategorized અંબાજી જવાનું વિચારી રહ્યા છો તો ખાસ વાંચો, આટલા દિવસ બંધ રહેશે...

અંબાજી જવાનું વિચારી રહ્યા છો તો ખાસ વાંચો, આટલા દિવસ બંધ રહેશે રોપ-વે

Face of Nation 06-12-2021:  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં દેશ વિદેશથી લોકો માતાના દર્શનાર્થી આવતા હોય છે. અહીં સરકાર દ્વારા અનેક સુવિધાઓ પણ કરવામાં આવી છે, ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ રોપ-વે દ્વારા ગબ્બર પર માતાજીના દર્શન માટે જતા હોય છે, ત્યારે આ સમાચાર રોપ-વેમાં જતા ભક્તો માટે મહત્ત્વપૂર્ણ બની રહેનાર છે. અંબાજીમાં ગબ્બર રોપ-વે આજથી 6 દિવસ માટે બંધ રહેનાર છે. એટલે કે આજથી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. રોપ-વેની મેઈન્ટેનન્સ કામ શરુ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરથી ગબ્બર રોપ વે રાબેતા મુજબ શરૂ કરાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર માતાજીના દર્શનનો અનોખો લ્હાવો છે. ત્યારે તારીખ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર એમ 6 દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે. એટલે કે આ દરમિયાન ગબ્બર પર દર્શન કરવા જવા ઈચ્છતા દર્શનાર્થીઓએ પગપાળા ગબ્બર પર ચઢવું પડશે. પરંતુ આગામી સોમવારથી ફરી મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વેની કામગીરી ફરી કાર્યરત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી અને કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતા જરૂરી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિર તથા ગબ્બર પર કોઈ દર્શનાર્થી માસ્ક વગર ના ફરે તે અંગેની તકેદારીના પગલા પણ ભરવામાં આવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)