Face Of Nation, Gandhinagar : કોરોનાને લીધે લોકોને સાવચેત રહેવાના અને ઘરમાં રહેવાના આદેશ કરનાર સરકાર જ સભા ભરીને બેઠી છે. પ્રજાને ઘરમાં કેદ રહેવાનું સૂચન કરીને ગુજરાતના સીએમ વિધાનસભા ભરીને બેઠા છે. સમગ્ર ભારતમાં અનેક ઠેકાણે લોક ડાઉનના આદેશો અપાઈ ગયા છે અને લોકોને ઘર બહાર ન નીકળવાની તથા ચારથી વધુ લોકોને ભેગા નહીં થવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર જ આ વાતનું ઉલ્લઘન કરી રહી હોય તેમ ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત વિધાનસભામાં મંત્રીઓ, ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીની વિધાનસભા ચાલુ છે. જેને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના ન થાય એ માટે મોટું લાંબુ ભાષણ આપી દીધું હતું. જેમાં એક બાબત એ હતી કે લોકોએ 3 કે 5 ફૂટ અંતર રાખવું. એકઠા થવું નહીં. ટોળામાં ભેગું થવું નહીં. આ બધા નિયમ કોરોના માટે છે. પરંતુ વિધાનસભામાં આ નિયમોનું પાલન ન થતું હોય તેમ લાગી રહ્યુ છે. એક સમાચારની વેબસાઈટના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભા કોમ્પ્લેક્ષમાં ઓછામાં ઓછા 1 હજાર લોકો આજે ભેગા થયા છે. ભાજપના 100 અને વિપક્ષના 70 ધારાસભ્યો હાજર છે. તેઓ પોતાનો સ્ટાફ સાથે લઈને આવેલા છે. રૂપાણીનો પોતાના સલામતી રક્ષકો સાથે 55નો સ્ટાફ વિધાનસભા કોમ્પ્લેક્ષમાં હાજર છે. દરેક પ્રધાનનો 10થી 20નો સ્ટાફ હાજર છે. આમ માત્ર પ્રધાનો અને તેનો સ્ટાફ મળીને 500 લોકો એક જ બિલ્ડીંગમાં એકઠા થયા છે. વિરોધપક્ષના સભ્યો અને તેમના સ્ટાફ સાથે 200 લોકો હાજર છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને દંડકે એક અઠવાડિયા પહેલાં દરખાસ્ત મૂકી હતી કે, ગુજરાત વિધાનસભા પર કોરોનાનું જોખમ છે. તેથી તુરંત વિધાનસભા સત્ર ટૂંકાવીને બંધ કરી દેવું જોઈએ. પણ રૂપાણીની ભાજપ સરકારની એક માનસીકતા છે કે, વિરોધ પક્ષ કહે તે ન નકરવું, તેને જશ મળે એવું ન કરવું. દરેક મૂદ્દા પર સરકારનું આવું વલણ રહ્યું છે. રૂપાણી હઠે ભરાયા છે અને હવે વિધાનસભા ચાલુ રાખીને હદ કરી રહ્યાં છે. પોતે જે કોરાના અંગે કહે છે તેનું ઉલ્લંઘન તેઓ પોતે જ કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાન કરતાં તો તેની પ્રજાએ રવિવારે શાણપણ બતાવીને ઘરની બહાર નિકળ્યા ન હતા. બંધ પાળ્યો હતો. પણ રૂપાણી હવે રાજહઠ પકડીને બેઠા છે કે વિધાનસભા તો ચાલુ જ રહેશે.