Face Of Nation 05-05-2022 : ગુજરાતમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ બાદ રથયાત્રા પહેલાં જ ગેરકાયદે હથિયારોના વેચાણનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ 2 આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમની પૂછપરછ કરતા અન્ય 22 ઇસમોના નામ સામે આવ્યા હતા. જેમની પાસેથી પણ 50 ગેરકાયદેસર હથિયાર કબજે કર્યા છે. ATSએ 24 કલાકમાં જ આ ઓપરેશન પર પાડ્યું હતું. પોલીસ તપાસમાં બહાર અવ્ય કે કોઈએ સોસીયલ મીડિયામાં ફોટો પડાવી અપલોડ કરવા તો કોઈએ ગુનાઈત કૃત્ય કરવા માટે હથિયારો ભેગા કર્યા હતા.બોટાદ,સુરેન્દ્રનગર અને આસપાસના શહેર ગામડાના લોકોએ હથિયારો ભેગા કર્યા હતા. જે રેકેટનો ATSએ પર્દાફાશ કર્યો છે.
મુખ્ય આરોપીઓ પાસેથી કુલ 4 હથિયાર કબજે
ગુજરાત ATSને બાતમી મળી હતી કે, લીમડી સબ જેલમાંથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતો આરોપી દેવેન્દ્ર અને તેનો સાગરિત ચાંપરાજ ખાચર ગેરકાયદેસર લાયસન્સ વગરના હથિયારો રાખીને જતા હતા જેની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કુલ 4 હથિયાર કબજે કર્યા હતા. આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે તેઓ પિસ્તોલ મધ્યપ્રદેશમાં કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી લાવ્યા હતા અને તેની ડીલવરી વનરાજ નામના માણસને કરવાના હતા.
24 ઈસમો પાસેથી 54 હથિયાર કબજે કર્યા
આરોપીઓ અગાઉ 100 જેટલા હથિયાર લાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે સુરેન્દ્રનગર,બોટાદ,રાજકોટ સહિતના વિસ્તારોમાં વેચ્યા છે.જેથી ATSએ ટીમે અલગ અલગ જગ્યાએ રેડ કરીને 24 કલાકમાં અન્ય 22 ઈસમોની ધરપકડ કરીને તેમની પાસેથી 50 ગેરકાયદેસર હથિયાર કબજે કર્યા હતા.કુલ 24 ઈસમો પાસેથી 54 હથિયાર કબજે કર્યા હતા.સૌ પ્રથમ પકડાયેલ દેવેન્દ્ર બોરિયા અને ચાપરાજ નામના આરોપી પાસેથી અન્ય આરોપીઓના નામ મળતા ATSએ 24 કલાકમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ATS દ્વારા ‘સફળ’ ઓપરેશન : ગુજરાત ATSએ હથિયારોના વેચાણનું ઝડપ્યું ‘રેકેટ’, સૌરાષ્ટ્રના...