Face Of Nation 02-03-2022 : ગુજરાત વિધાનસભામાં આવતીકાલે (ગુરુવાર)ના રોજ રાજયના નવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ પ્રથમ બજેટ રજૂ કરશે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચુંટણી પણ યોજાવવાની છે તેવા સમયે રાજયના 68 વર્ષીય નાણાં મંત્રી કનુભાઈ દેસાઇના પીટારામાંથી લોકોને શું મળશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. તેમજ પ્રથમ દિવસે કોંગ્રેસના હંગામા સાથે બજેટ સત્રની શરૂઆત થઈ છે. જો કે 3 માર્ચ અને ગુરુવારના રોજ રાજયના નવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ પ્રથમ બજેટ રજૂ કરશે.
દક્ષિણ ગુજરાતના વલસાડની પારડી બેઠકના ધારાસભ્ય
સામાન્ય રીતે નાણાં મંત્રી બનેલા વલસાડના પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ અંગે લોકો ઓછા પરિચિત છે. ત્યારે આવો જાણીએ તેમની રાજકીય કારકિર્દી અંગેગુજરાતના નાણાંમંત્રી કનુ દેસાઇ દક્ષિણ ગુજરાતના વલસાડની પારડી બેઠકના ધારાસભ્ય છે. તેમજ તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબીનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ તેમને રાજયના અતિ મહત્વનું એવું નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. લો પ્રોફાઇલ એવા કનુ દેસાઈએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપમાં સંગઠનમાંથી કરી હતી. ભાજપના મહામંત્રી પદથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2012માં પારડી બેઠક પરથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. જયારે તેની બાદ બીજી વાર વર્ષ 2017માં પણ પારડી બેઠક પરથી જીત મેળવી હતી.ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ યોજાવવાની છે તેવા સમયે રાજયના 68 વર્ષીય નાણાં મંત્રી કનુભાઈ દેસાઇના પીટારામાંથી લોકોને શું મળશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.
કુલ 22 દિવસનું બજેટ સત્ર હશે
ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).