Home Gujarat ગુજરાત બજેટ 2022 : યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા બાદ હવે 3 નવી મેડિકલ...

ગુજરાત બજેટ 2022 : યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા બાદ હવે 3 નવી મેડિકલ કોલેજની જાહેરાત

Face Of Nation 03-03-2022 : ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા પણ લાદવામાં આવ્યા નથી.
દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુના રસી ડોઝ નિઃશુલ્ક આપ્યા
નાણામંત્રીએ બજેટ ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુના રસી ડોઝ નિઃશુલ્ક આપ્યા છે. પડકારો અમને હંફાવી ન શક્યા, અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે, અમે અમૃતકાળની વાત પકડી છે.
બજેટમાં મહિલાઓ માટે ગત વર્ષની સરખામણીમાં 42 ટકા વધુ કરવામાં આવી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે બજેટમાં નવી યોજનાઓ અને રાહતોની આશા રાખીને પ્રજા બેઠી હતી. પરંતુ આ બજેટમાં સૌથી વધુ મહિલાઓ અને યુવાનોની સાથે આદિવાસી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. આ બજેટમાં મહિલાઓ માટેની જો કોઈ ગત વર્ષની સરખામણીમાં 42 ટકા વધુ કરવામાં આવી છે તેથી એવું પણ કહી શકાય કે આ બજેટ જેન્ડર બજેટ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).