ફેસ ઓફ નેશન, 08-05-2020 : ગુજરાતના મુખ્યમંત્રીને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ગઈકાલે મનસુખ માંડવિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ઉઠી હતી. તેવામાં આજે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ પરત આવે તો કોરોના કાબુમાં આવી શકે તેમ છે તેવી ટ્વીટ કરીને ચર્ચા ઉભી કરી છે. ભાજપમાં પણ છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલે છે કે વિજયભાઈ જાય છે. જો કે ગઈકાલે જ મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને આ વાતને અફવા ગણાવી સમગ્ર ચર્ચાનો અંત આણ્યો હતો ત્યાં આજે ફરીવાર સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
ભાજપના સિનિયર નેતાએ એક ટ્વિટ કરીને ગુજરાતમાં કોરોનાવાયરસને લીધે ચાલી રહેલા રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું કે ગુજરાતમાં આનંદીબેન પટેલ ફરી મુખ્યમંત્રી તરીકે આવે તો કોરોનાવાયરસનો મોતનો આંકડો સ્થિર કરી શકાય તેમ છે.
ગુજરાતમાં અમદાવાદ શહેરની કથળેલી પરિસ્થિતિ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ક્વોરેન્ટીન થયા બાદ રાજકીય ક્ષેત્રે ઘણી અટકળો ચાલી રહી છે. કેન્દ્ર દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કેન્દ્રની ટીમ અહીં પહોંચી ત્યારબાદ અમદાવાદમાં આકરા નિર્ણયો લેવાયા છે. આવા સમયે સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જાગી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
Gujarat can be stabilised for Coronavirus Casualty numbers only if Anandibehn Patel returns as CM
— Subramanian Swamy (@Swamy39) May 8, 2020
આબુ રોડ નજીક ગમખ્વાર અકસ્માત, મહારાષ્ટ્રથી સિરોહી આવતા પરિવારના 6 લોકોના મોત
અમદાવાદ : શાહપુરમાં પથ્થરમારો, પોલીસે સ્થિતિ કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video