Home News કાશ્મીરમાંથી 370 હટી જવાથી ગુજરાતીઓ હરખાયા,ઠેર ઠેર ઉજવણીની સાથે મીઠાઈઓ વહેચાઈ

કાશ્મીરમાંથી 370 હટી જવાથી ગુજરાતીઓ હરખાયા,ઠેર ઠેર ઉજવણીની સાથે મીઠાઈઓ વહેચાઈ

Face Of Nation:જમ્મુ-કાશ્મીરને લઇ મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે. જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. સાથે જ ઘાટીમાં કલમ 370 દ્વારા જે વિશેષ અધિકારો મળ્યા હતા તે પણ સમાપ્ત થઇ ગયા છે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે. એટલે કે, લદ્દાખ હવે એક અલગ રાજ્ય બનશે.

આમ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ થતા દેશવાસીઓમાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે આ ઉજવણીમાં ગુજરાતી લોકો પણ પાછળ નથી. દેશ ભરમાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. લોકોમાં 5 ઓગસ્ટે જ સ્વતંત્રા દિવસની ઉજવી રહ્યાં છે હોય તેવું લાગી રહ્યું છે. ચોતરફ મોદી સરકારની પ્રશંસા કરવામાં આવી રહી છે. કલમ-370 નાબૂદ થતા મોદી સરકાર પર લોકોનો વિશ્વાસ દ્રઢ બન્યો છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને કલમ 370 હટાવાનું વચન આપ્યું હતું.કલમ 370ના ફેરફારની મંજૂરીને લઈને દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદના મણિનગરમાં સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન દેશભક્તોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી જવણી મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતાં.કલમ 370 નાબૂદ થતા ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને 370ની કલમ હટાવવાના સરકારના નિર્ણયને વધાવ્યો હતો. આ સાથે જ તેમણે સરકારને શુભેચ્છા આપી હતી. ત્યાં જ વિશ્વ હિન્દુ પરિષદે નરેન્દ્ર મોદીને અમિત શાહને શુભેચ્છા આપી હતી.