Home News નાંદોદના ચિત્રાવાડીમાં વિચિત્ર ઘટના, સરપંચની હાર થતા પત્નીની તબિયત લથડી

નાંદોદના ચિત્રાવાડીમાં વિચિત્ર ઘટના, સરપંચની હાર થતા પત્નીની તબિયત લથડી

Face of Nation 21-12-2021: ગુજરાતનાં તમામ કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે અને રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્યોનું આજે ભાવિ નક્કી થવાનું છે ત્યારે નર્મદા જિલ્લાના ચિત્રાવાડીમાં ચોંકી જવાય તેવી ઘટના બની હતી.

ચિત્રાવાડી ગ્રામ પંચાયત પદના ઉમેદવાર વાસુદેવ વસાવાની હાર થતાં પત્નીની તબિયત લથડી હતી. તેઓ મતદાન કેન્દ્રની બહાર જ અચાનક ચક્કર ખાઈને ઢળી પડતા થોડો સમય અફરાતફરી મચી હતી અને સ્થાનિક ટેકેદારો દ્વારા ઉમદવારના પત્નીને તાત્કાલિક અસરથી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા માત્ર 10 મતથી હારી ગયા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ, જાણો કયા કોની થઇ જીત

 

રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ 21 ડિસેમ્બરે જાહેર થનાર છે. ત્યારે જો રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).