Face Of Nation : લોકડાઉનના કારણે સૌથી વધુ ખરાબ અસર ગરીબો ઉપર પડી છે. જે લોકો રોજ કમાઈને રોજ પેટિયું રળતા હતા તેવા પરિવારોને કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યુ છે ત્યારે કેટલાય છૂટક મજૂરી કામ કરનારા લોકો ગુજરાત છોડીને પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવાઓ બંધ હોવાના કારણે લોકો પગપાળા પોતાના વતન તરફ રવાના થયા છે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે.