Face Of Nation, 07-08-2021:હાલ રાજ્યસહિત આખા દેશમાં પેટ્રોલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જ્યારે હાલ પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાની આસપાસ લિટર મળી રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા પેટ્રોલનાં ભાવ અંગે નિવેદન કરતા જણાવ્યું છે કે, થોડા દિવસોમાં બધું સારું થઇ જશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર મેળાનાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન આ અંગે જણાવ્યું હતુ કે, પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે. તે ક્રૂડના ભાવોમાં થયેલા વધારાને આધારિત છે. રાજ્યમાં અન્ય ચીજોના ભાવોમાં સ્થિરતા છે. કોંગ્રેસના સમયમાં ન તો રોટી મળતી હતી કે ન તો દાળ, આ સાથે સ્ટિલ અને સિમેન્ટ પણ ગાયબ હતા. આજે ગુજરાતમાં આવી પરિસ્થિતિ નથી. પેટ્રોલ અને ડીઝલનો ભાવ હાલ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. થોડા દિવસોમાં બધું સારું થઇ જશે.
ઉલ્લેખનીય છે કે છે કે, આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર છે. વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.
દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)