Face Of Nation, 05-08-2021: વિવાદો માટે જાણીતા મધુ શ્રીવાસ્તવે ફરી ભાંગરો વાટ્યો, ખૂદ ભાજપની યોજનાને સામાન્ય ગણાવી છે, વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ડભોઇમાં આવેલા પણસોલી ગામે કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ યોજાયો હતો.જમાં વાઘોડિયા ધારાસભ્ય ભાજપની કિસાન સૂર્યોદય યોજનાને સામાન્ય યોજના ગણાવી હતી. એટલું જ નહીં બરોડા ડેરીમાં ભાજપની સત્તા હોવા છતા તેમા પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ ફરી વિવાદ સર્જાયો છે.
કાર્યક્રમમાં હાજર ભાજપ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ એવું બોલ્યા કે ફરી વિવાદ સર્જાયો છે. કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાંગરો વાટ્યો હતો. ધારાસભ્યએ કિસાન સૂર્યોદય યોજનાને કિસાન સામાન્ય યોજના ગણાવી હતી. જે બાદ તેમનો વીડિયો વારયલ થયો હતો.
એટલું જ ન અટકતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદીત નિવેદન પણ આપ્યું હતું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ડેરીમાં ચૂંટાયેલા લોકો પોતાનું ભલું કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે, ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે. કાજુ અને પિસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ તમામ લોકોની ફાઈલ તૈયાર કરી રહ્યો છું આ અંગે હું PMને પણ રજુઆત કરવાનો છું, બરોડા ડેરીમાં ભાજપની સત્તા હોવા છતા લોકોના કામ નથી થઈ રહ્યા જેથી હું ડેરીની ચૂંટણી નથી લડતો. તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)