Home Gujarat રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યાં; ગુજરાતમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, 54 સાજા...

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યાં; ગુજરાતમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, 54 સાજા થયા

Face Of Nation 16-03-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા છે, તો 54 દર્દી સાજા થયા છે. આજે કોરોનાથી રાજ્યમાં એકપણ મોત નોંધાયું નથી.જ્યારે રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકા રહ્યો છે. 13 માર્ચે 103 દિવસ બાદ 40થી ઓછા કેસ નોંધાયા હતા, છેલ્લે 30 નવેમ્બરે 40 કેસ નોંધાયા હતા.
443 એક્ટિવ કેસ પૈકી 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 653ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 939 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 304 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 438ની હાલત સ્થિર છે.
20મીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ પાંચમી જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).