Home Gujarat ગુજરાતમાં આજે કોરોનાના નવા 117 કેસ નોંધાયા, 2ના મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 117 કેસ નોંધાયા, 2ના મોત

Face Of Nation 28-02-2022 : ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોના (Corona) કેસો નિયંત્રણમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના કુલ 117 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાને કારણે 2 દર્દીના (Death)મોતના સમાચાર છે.
22 દર્દી વેન્ટીલેટર પર
રાજયમાં આજે કોરોનાને કારણે 344 દર્દીઓ સજા થયા છે. રાજયમાં અત્યારસુધીમાં 12,09, 878 દદીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજયમાં કોરોનાનો રિકવરી રેટ 98.96 ટકા નોંધવામાં આવ્યો છે. રાજયમાં હાલ કોરોનાના કુલ એકટીવ કેસની સંખ્યા 1820 છે. જેમાં 1798 દર્દીઓ સ્ટેબલ છે. જયારે 22 દર્દી વેન્ટીલેટર પર છે. આ સાથે રાજયમાં કોરોનાનો કુલ મૃત્યુઆંત 10,930 પર પહોંચી ગયો છે. રાજયમાં આજે જિલ્લા અનુસાર કેસ જોઇએ તો, અમદાવાદમાં 61 કેસ, વડોદરામાં 18 કેસ, સુરતમાં 11 કેસ, ગાંધીનગર 6 કેસ, રાજકોટ 6 કેસ, જયારે જામનગર, ભાવનગર અને જુનાગઢમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ ઉપરાંત આણંદમાં 3, બનાસકાંઠામાં 3, નવસારીમાં 2, દાહોદ-ખેડા-કચ્છ-મોરબી-પંચમહાલ-તાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
અમદાવાદ અને વડોદરામાં 1-1 દર્દીનું કોરોનાને કારણે મોત
આજે કોરોનાને કારણે રાજયમાં માત્ર 2 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં 1-1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. આમ હવે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાની સાથે જ રાજયમાં જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. અને, તમામ મેટ્રો શહેરો સહિત નાના શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળી છે.
સુરતમાં આવતીકાલથી સંજીવની રથ, ધન્વંતરી રથની સુવિધા બંધ કરાશે
આ ઉપરાંત સુરતમાં છેલ્લા 15 દિવસથી સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના ભાગરૂપે એક માર્ચથી હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટિંગ સિવાયની તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં આવશે. પહેલી માર્ચથી સંજીવની રથ, ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે. એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર, મશીનરી પણ છૂટી કરવામાં આવશે. ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવશે. સાથે સાથે મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટા કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).