Home Gujarat ગુજરાતમાં 12 નવા કેસ, સૌથી 10 અમદાવાદમાં; 33 જિલ્લા, 6 શહેરમાં કોરોનાનો...

ગુજરાતમાં 12 નવા કેસ, સૌથી 10 અમદાવાદમાં; 33 જિલ્લા, 6 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં!

Face Of Nation 03-05-2022 :  રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે અને 15 દર્દી સાજા થયા છે. રાજ્યમાં સતત 12 દિવસથી શૂન્ય મોત રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં 10 અને વડોદરા શહેરમાં 2 એમ કુલ 12 કેસ નોંધાયા છે. તો આજે 33 જિલ્લા અને 6 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે 2 શહેરમાં જ કોરોનાના નવા કેસ નોંધાયા છે. 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 377ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 943 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 335 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 108 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને 106 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).