Home Gujarat અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ નવા 34 કેસ નોંધાયા; રાજ્યમાં 80 દિવસ બાદ...

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ નવા 34 કેસ નોંધાયા; રાજ્યમાં 80 દિવસ બાદ કોરોનાના 40થી વધુ નોંધાયા, 45 કેસ સામે 36 દર્દીઓ થયા સાજા!

Face Of Nation 31-05-2022 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દી સાજા થયા છે. 80 દિવસ બાદ 40થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 12 માર્ચે 47 કેસ નોઁધાયા હતા. સતત 24મા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 34 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેર, મહેસાણા, સુરત શહેર અને વલસાડમાં 2-2 કેસ, જ્યારે ગીર સોમનાથ, વડોદરા અને વડોદરા શહેરમાં 1-1 એમ રાજ્યમાં કુલ 45 કેસ નોંધાયા છે. તો આજે 30 જિલ્લા અને 4 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 175ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 33 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 225 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).