Home Gujarat કોરોનાએ ઉથલો માર્યો, અમદાવાદમાં સૌથી વધુ 82 કેસ, ગુજરાતમાં 102 દિવસ બાદ...

કોરોનાએ ઉથલો માર્યો, અમદાવાદમાં સૌથી વધુ 82 કેસ, ગુજરાતમાં 102 દિવસ બાદ કોરોનાના 154 નવા કેસ નોંધાયા; રિક્વરી રેટ 99.05 ટકા પર પહોંચ્યો!

Face Of Nation 11-06-2022 : રાજ્યમાં 102 દિવસ બાદ 150થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા છે. જ્યારે 58 દર્દી સાજા થયા છે. અગાઉ 1 માર્ચે 162 કેસ હતા. આજે અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા થયો છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે.
9 જિલ્લા અને 6 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ
વડોદરા શહેરમાં 22, સુરત શહેરમાં 12, વડોદરા જિલ્લામાં 11, ગાંધીનગર શહેરમાં 5 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, સુરત અને વલસાડ જિલ્લામાં 3-3, તો અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર અને કચ્છ જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 1 કેસ નોંધાયો છે. તો આજે 24 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 85ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 945 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 463 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 704 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે.
10મી જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત
33 દિવસ બાદ 10મી જૂને રાજ્યમાં એક મોત નોઁધાયું હતું, ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12મી એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29મી માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).