Face Of Nation 16-06-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે. જ્યારે 117 દર્દી સાજા થયા છે. અગાઉ 26મી ફેબ્રુઆરીએ 230 કેસ હતાં. આજે અમદાવાદ શહેરમાં 100 વધુ 114 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.02 ટકા થયો છે. તો એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર થયો છે અને હાલમાં 1102 એક્ટિવ કેસ છે. 17 જિલ્લા અને 6 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસવડોદરા શહેરમાં 26, સુરત શહેરમાં 20, રાજકોટ શહેરમાં 12, જામનગરમાં 7, સુરત જિલ્લામાં 6 તથા નવસારીમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ ગાંધીનગર, ગાંધીનગર શહેર અને વડોદરા જિલ્લામાં 4-4, આણંદ, મહેસાણા અને વલસાડ જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ, અમરેલી, કચ્છ અને મોરબી જિલ્લામાં 2-2 કેસ નોંધાયો છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 16 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 913ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 892 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1102 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 1099 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).