Home Gujarat અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના નોંધાયા 121 કેસ; ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના...

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના નોંધાયા 121 કેસ; ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 225 નવા કેસ તો 141 દર્દીઓ થયા સાજા, રિક્વરી રેટ 99.01%!

Face Of Nation 17-06-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 225 નવા કેસ નોંધાયા છે. જ્યારે 141 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 100 વધુ 114 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા થયો છે. તો એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર થયો છે અને હાલમાં 1186 એક્ટિવ કેસ છે. ગઈકાલે 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. અગાઉ 26મી ફેબ્રુઆરીએ 230 કેસ હતાં. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 138ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 33 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1186 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને 1180 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).