Face Of Nation 24-06-2022 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસમાં આજે નજીવો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા છે. જ્યારે 209 દર્દી સાજા થયા છે. જેના પરિણામે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2000ને પાર થઈને 2098 થયો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.94 ટકા થયો છે. તો સતત નવમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.
રાજ્યમાં 2098 એક્ટિવ કેસ, 2 દિવસ બાદ 400થી ઓછા કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 29 હજાર 289ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 16 હજાર 245 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2098 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 2095 દર્દીઓની હાલત સ્થિર છે. તો બીજીતરફ રાજ્યમાં આજે 380 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 23મીએ 416 અને 22મી જૂને 407 કેસ નોંધાયા હતા. આ પહેલા 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 18 જૂને 244, 19 જૂને 217 અને 20 જૂને 226 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).