Home Gujarat ગુજરાતમાં 4 મહિના બાદ 600થી વધુ કેસ, 24 કલાકમાં કોરોનાના 632 નવા...

ગુજરાતમાં 4 મહિના બાદ 600થી વધુ કેસ, 24 કલાકમાં કોરોનાના 632 નવા કેસ નોંધાયા, 262 નવા કેસ નોંધાયા અમદાવાદમાં, વલસાડના દર્દીનું મોત!

Face Of Nation 1-07-2022 : ગુજરાતમાં કોરોનાના કેસો ફરી એકવાર રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં સતત 4 મહિના બાદ 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 632 નવા કેસ નોંધાયા છે. જ્યારે 384 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3200ને પાર થયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.85 ટકા થયો છે. તો 15 દિવસ બાદ રાજ્યમાં વલસાડ જિલ્લામાં આજે 1 દર્દીનું મોત નોંધાયું છે.
3289 એક્ટિવ કેસ, 4 મહિના બાદ 600થી વધુ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 32 હજાર 662ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 947 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 18 હજાર 426 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3289 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3283 દર્દીઓની હાલત સ્થિર છે. તો બીજીતરફ 129 દિવસ બાદ 600થી વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે પણ 547 કેસ હતા અને આજે 632 કેસ નોધાયા છે. આ પહેલાં 16મી જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).