Home Gujarat ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 419 કેસ સામે 454 દર્દીઓ થયા સાજા,...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 419 કેસ સામે 454 દર્દીઓ થયા સાજા, મહેસાણાના એક દર્દીનું કોરોનાથી મોત, અમદાવાદ નોંધાયા 150 નવા કેસ!

Face Of Nation 04-07-2022 : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારા બાદ છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 419 નવા કેસ નોંધાયા છે. જ્યારે 454 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3512 છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.83 ટકા પર સ્થિર રહ્યો છે. જ્યારે બે દિવસ બાદ આજે રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં 1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 34 હજાર 117ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 19 હજાર 657 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3512 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3511 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).