Home Gujarat ગુજરાતમાં 4 દિવસ બાદ નોંધાયા 600થી વધુ કેસ : 24 કલાકમાં કોરોનાના...

ગુજરાતમાં 4 દિવસ બાદ નોંધાયા 600થી વધુ કેસ : 24 કલાકમાં કોરોનાના 665 નવા કેસ; 532 દર્દીઓ થયા સાજા, સૌથી વધુ 259 કેસ અમદાવાદમાં!

Face Of Nation 06-07-2022 : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 665 નવા કેસ નોંધાયા છે. જ્યારે 532 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3724 છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.81 ટકા થયો છે. જ્યારે બે દિવસ બાદ આજે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 35 હજાર 354ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 20 હજાર 682 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3724 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3721 દર્દીઓની હાલત સ્થિર છે.
ચાર દિવસ બાદ 600થી વધુ કેસ
રાજ્યમાં આજે ચાર દિવસ બાદ 600થી વધુ કેસ નોંધાયા છે. આજે 665 કેસ, જ્યારે ગઈકાલે 572 કેસ નોંધાયા હતા. આ પહેલા પહેલી જુલાઈએ 632 કેસ નોંધાયા હતા. જ્યારે 16મી જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).