Home Gujarat ગુજરાતમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા, કોરોનાથી 1 દર્દીનું મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા, કોરોનાથી 1 દર્દીનું મોત

Face Of Nation 06-03-2022 : રાજયમાં ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને કોરોનાની સ્થિતિ થાળે પડી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે.
અમદાવાદમાં 29 કેસ નોંધાયા, 6 નાગરિકો વેન્ટિલેટર પર
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 914 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે જ્યારે 908 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 1211413 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10935 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. તો રાજ્યમાં 1 નાગરિકનું સુરતમાં મોત થયું છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 29 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 11, વડોદરામાં 5, તાપી 4, બનાસકાંઠા 3, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ડાંગ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા છે. અમરેલી, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત કોર્પોરેશન અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).