Home Gujarat ગુજરાતમાં કોરોનાના 894 નવા કેસ; સતત ચોથા દિવસે એકપણ મોત નહીં, અમદાવાદમાં...

ગુજરાતમાં કોરોનાના 894 નવા કેસ; સતત ચોથા દિવસે એકપણ મોત નહીં, અમદાવાદમાં સૌથી વધુ 303 કેસ નોંધાયા, રિક્વરી રેટ 98.71% પર પહોંચ્યો!

Face Of Nation 21-07-2022 : ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં કોરોનાના 894 નવા કેસ નોંધાયા છે. જ્યારે 691 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 295 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.71 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં સતત ચોથા દિવસે એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 45 હજાર 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 954 પર સ્થિર રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 955 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5099 એક્ટિવ કેસ છે, 8 દર્દી વેન્ટિલેટર પર છે અને 5091 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).