Home Gujarat અમદાવાદમાં કોરોનાથી બે દર્દીના મોત; ગુજરાતમાં 816 નવા કેસ સામે 745 દર્દી...

અમદાવાદમાં કોરોનાથી બે દર્દીના મોત; ગુજરાતમાં 816 નવા કેસ સામે 745 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા, અમદવાાદ સૌથી વધુ 318 કેસ નોંધાયા!

Face Of Nation 22-07-2022 :  ગુજરાતમાં દિવસે કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. જો કે, અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં છે. સતત બીજા દિવસે 800થી વધુ કેસ નોંધાયા છે અને 24 કલાકમાં કોરોનાના 816 નવા કેસ નોંધાયા છે. જ્યારે 745 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 318 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.71 ટકા પર સ્થિર થયો છે. આ મહિનામાં રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 45 હજાર 824ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 956 પર સ્થિર રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 29 હજાર 700 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5168 એક્ટિવ કેસ છે, 10 દર્દી વેન્ટિલેટર પર છે અને 5158દ ર્દીઓની હાલત સ્થિર છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).