Face Of Nation 22-06-2022 : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1700ને પાર થઈ ગયો છે અને એક્ટિવ કેસ 1741 થયા છે. રાજ્યમાં સતત 6 દિવસથી 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ બમણા થઈને 407 નવા થયા છે. જ્યારે 190 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.97 ટકા થયો છે. તો સતત સાતમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 805 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1741 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1737 દર્દીઓની હાલત સ્થિર છે. આ સાથે 16મી જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat અમદાવાદમાં કોરોનાની ડબલ સેન્ચુરી, 210 આઉટ; ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસ...